વિષાદ યોગ- પ્રકરણ-31

(183)
  • 6.5k
  • 8
  • 4.4k

ગુમાનસિંહ અત્યારે નીચી મુંડી કરીને ગંભીરસિંહની સામે ઉભેલો હતો. ગુમાનસિંહ અનાથાશ્રમથી ઘરે આવીને બેઠો ત્યાં એક માણસે આવીને તેને કહ્યું કે તમને ગંભીરસિંહ રાજ મહેલમાં બોલાવે છે. આ સાંભળી તેની શરીરમાંથી ધુજારી પસાર થઇ ગઇ. તેને પહેલા તો એક વખત એવો પણ વિચાર આવેલો કે ચાલ ગામ છોડીને ભાગી જાઉં. પણ પછી તરતજ તેને કૃપાલસિંહની પહોંચનો વિચાર આવતા તેણે તે વાત માંડી વાળી હતી. તેને સમજાઇ ગયું હતું કે જો તે ભાગી જશે તો તો તેને કૃપાલસિંહ જીવતો નહીં છોડે. તેના કરતા તો અત્યારે ગંભીરસિંહને મળીને તેને કેટલી ખબર છે તે જાણવામાં ફાયદો છે. મોત તો બંને બાજુ