કાકા અને કાળા રંગની મર્સિડીઝ - ભાગ ૩

(17)
  • 4.5k
  • 3
  • 2.2k

કાકાની જીવનવાર્તા સાંભળવાની ઉત્સુકતા મને એટલી બધી હતી કે હું નોકરી પરથી બે કલાક જેટલો વહેલો આવી ડેરી ડેન પાસે કાકા જ્યાં બેસતા તે જગ્યાએ આવીને બેસી ગયો. મારા મગજમાં જાણે વિચારો એકબીજા સાથે દ્વંદ્વ યુદ્ધ ખેલી રહયા હતા.. હું ચારે તરફથી આવતા લોકોમાં આતુરતાથી કાકાને શોધતો હતો. એકાદ કલાક જેવો સમય પસાર થયો હશે, ત્યાં જ મારા ખભા પર પાછળથી કોઈકે હળવેકથી હાથ મૂકયો. પાછળ ફરી જોઉ છુ તો સૂટ-બૂટ ધારી અને માથે કાઉબોય હેટ પહેરીને કોઈક ઉભુ હતુ. એ તો જયારે એ વ્યક્તિ ના ચહેરા પર મારી નજર પડી ત્યારે જાણ્યું કે આ તો એજ કાકા છે. મારા ચહેરા