એક ગરીબ, પ્રતિશોધથી સળગતો, નફરતથી તરબતર યુવાન ને કેટલાક લોકો પોતાના દુષ્કૃત્યને અંજામ બનાવવા હાથો બનાવે છે ત્યારે કાયનાત સાજીશ કરે છે. સર્જાતી ઘટનાઓની સિલસિલાબદ્ધ કથા એટલે કાયનાતની સાજીશ હોટલ ક્લિવલેન્ડ ના આહલાદક ઠંડા વાતાનુકુલીન કમરામાં આજે પહેલીવાર ડિનર કરતી વખતે વાજીદ અલગ જ અહેસાસ કરી રહ્યો હતો, સંધ્યાકાળ હતો, અંધારું અને પ્રકાશ ની ભાગીદારીમાં પારદર્શક કાચની પેલે પાર સુંદર કાળી અસ્ફાલ્ટની સડક દેખાતી હતી.અમદાવાદ માં આવી કોઈ રેસ્ટ્રોરન્ટ હશે અથવા તો રેસ્ટ્રોરન્ટમાં અંદરનું વાતાવરણ આવું હશે અને આવું લઝિઝ ખાવાનું મળતું હશે એ ખબર