"નો, શી ઇઝ લાયિંગ... "રાગિણી ના કાન ચમક્યા, આશ્ચર્ય થી આંખો પહોળી થઈ ગઈ... તેણે અવિશ્વાસ ભરી નજરે સમીરા સામે જોયું. સમીરા હજુપણ એટલી જ ભયભીત જણાતી હતી. તેણે સમીરાનો હાથ પકડવાની કોશિશ કરી, પણ સમીરા હાથ છટકાવીને થોડી દૂર ખસીને બેસી ગઈ. હવે પોતાની વાત સમજાવવાની સંપૂર્ણ જવાબદારી તેની એકલીની જ છે એમ સમજાય જતા તેણે સમીરા ને છોડી બાકી બધા પર ફોકસ કર્યું. "પ્લીઝ, મારી વાત ધ્યાનથી સાંભળો. આને વરદાન કહેવું કે અભિશાપ, મને નથી ખબર. પણ જ્યારથી સમજણી થઈ છું, મને કેટલીય વાર ચિત્રવિચિત્ર સપનાઓ આવે છે, વારંવાર આવે છે. કેટલાક તરત સમજાય છે, તો કેટલાક મોડેથી... જ્યારે