નક્ષત્ર (પ્રકરણ 22)

(156)
  • 4.7k
  • 9
  • 2.2k

હું ઉઠી ત્યારે પાંચ વાગ્યા હતા. ખરેખર મેં કયારેય બપોરે ન લીધી હોય એટલી લાંબી ઊંઘ મેં લીધી. મને બપોરે ઊંઘવાની આદત નહોતી. આ શહેરમાં આવ્યા પછી મારી આદતોનું કયા કોઈ મહત્વ રહ્યું હતું? મને કોઈ ઇગ્નોર કરે એની ફિકર કરવાની પણ મને આદત ન હતી છતાં હું કપિલની ચિંતા કરતી હતી. મારી જાત કરતા પણ વધુ ફિકર મને એની રહેતી. બપોરની લાંબી ઊંઘે કોઈ ચમત્કાર કર્યો. મારું મન હળવું ફૂલ બની ગયું. હું ઉઠીને બહાર ગઈ. કિંજલ હજુ ટીવી સામે જ બેઠી ફિલ્મ જોતી હતી. હું એના બાજુમાં સોફા પર ગોઠવાઈ. મેં ટીવી સ્ક્રીન તરફ નજર કરી. કોઈ જુનું