ત્રીજા ભાગમાં આપે જોયું કે આલોકને પ્રોજેક્ટ માં કામમાં વધુ ૧૦ દિવસ રોકવું પડે છે અને એ માટે એ અવનીની મદદ લે છે. આમ આ ૧૦ દિવસમાં બંને થોડા એકબીજાને ઓળખવા તેમજ એકબીજાને પસંદ કરવા પણ લાગે છે ત્યાં તો અચાનક આલોકને ફરી પરત ફરવાનો સમય આવી જાય છે. હવે જોઈએ આગળ.... ___________________________________________________ ઇવેન્ટ ઓફ અમેરિકા આલોક અને અવની રેડી થઈ પોતાની કાર માં એરપોર્ટ જવા નીકળે છે, હજી પણ અવનીના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું છતાં એ મૌન હતી. એની અલગ જ દુનિયામાં. ઘરથી એરપોર્ટ સુધીના રસ્તામાં બંને વચ્ચે કોઈ જ જાતનો સંવાદ ના થયો. અવની !