લવલિનને આકાશમાં ઉડવાની મહત્વકાક્ષા હતી.બોમ્બેમાં હોસ્ટલમાં રહી તે એક ડ્રામા ઈન્ટિટ્યૂટમાં જોડાયેલી.મોટી બહેન શહેરની એક નામી કંપનીમાં સારી સેલેરી સાથે જોબ કરતી. એણે ક્યારેય કોઈ વાતે લવલિનને ઓછુ આવવા દીધુ નહોતુ. પપ્પાનુ છત્ર એ બાળપણમાં ગુમાવી બેસેલી. બિમાર 'માં' જે પહેલાં એજ કંપનીમાં વર્કરો માટે કુકિંગ ડિપાર્ટમેન્ટ સંભાળતી હતી એમના સારા કાર્ય થી રીટાયરમેન્ટ પછી મોટીને એ કંપનીમાં જગા મળેલી.ભાઈ હતો પણ ન હોવા બરાબર, પોતાના એકના એક પુત્રના મૃત્યુ પછી એની પત્ની છોડીને ચાલી ગઈ. પૂત્રના ચાલ્યા જવાથી એને જિંદગીનો મોહ ઉતરી ગયેલો દારૂના નશામાં એ પોતાની જાતને ખોઈ નાખતો. ક્યારેય એને પીઠ ફેરવીને મમ્મી અને ભાઈ બહેનનો ખયાલ કર્યો ન હતો.પરિસ્થિતિઓ