લાગણીની સુવાસ - 22

(52)
  • 4.2k
  • 9
  • 1.9k

સત્ય અને ઝમકુ બન્ને ગામમાં ગયા. આગળ તો કોઈની હિંમત ના ચાલી પણ પાછળ બધા વાતો કરવા લાગ્યા ..... કોઈએ ઝમકુને કુલક્ષણી કિધુ.... કોઈએ ઘર ભરખી ગઈ...જેવા શબ્દો વાપર્યા તો કોઈ એ ના સંભળાય એવા શબ્દોથી નિંદાઓ કરવા લાગી... સત્યને કાને ઘણી વાતો આછી આછી પડી પણ અત્યારે એની માટે ઝમકુ જ મહત્વની હતી આમ પણ ઝમકુને ભાન ન હતું ... એ સિધ્ધો ઘરે ગયો ... ડોશી બેઠા બેઠા છીંકણી ના સબળકા ભરતા હતાં .સત્યાએ જઈ બધી વાત શાંતિથી કરી... પણ આશ્ચર્ય ડોશીએ કોઈ નકારાત્મક જવાબ ન આપ્યો.... પણ ઝમકુને માંથે હાથ મુકી આર્શીવાદ આપ્યા...