સફળતા કે નિષ્ફળતા

  • 3.8k
  • 3
  • 1.1k

નંદીશ નાનપણથી જ ભણવામાં ખૂબ હોંશિયાર હતો... અભ્યાસ સિવાય તેને બીજા કશામાં રસ-રુચી નહોતાં... ભણવું એ તેનાં જીવનની પ્રાથમિકતા હતી... તેનું ચિત્ત આખો દિવસ ભણવામાં જ ચોંટેલું રહેતું... સ્કુલમાં તેનાં ભાઈબંધો રીસેસની રાહ જોતાં ને રીસેસ પડતાં જ તોફાન-મસ્તી ચાલુ કરી દેતાં... ક્યારેક તો અમુક શિક્ષકના પિરીયડમાં પણ મજાક-મસ્તી ચાલુ જ રહેતાં... પરંતુ નંદીશ આ બધામાં ક્યારેય જોડાતો નહિ... એટલું જ નહિ, રમતગમતનાં પિરીયડમાં પણ નંદીશ ભણવાનું જ કામ કરતો... શાંત અને હોંશિયાર હોવાને કારણે શિક્ષકોનો ખૂબ માનીતો હતો...તેથી શિક્ષક પણ તેને કાંઈ કે’તાં નહિ… નંદીશ ફક્ત સ્કૂલમાં જ શાંત રહેતો એવું નહોતું... ઘરે પણ તેનું એવું જ વર્તન ચાલુ