અતીતના પડછાયા - 5

(61)
  • 3.9k
  • 2
  • 2.8k

બીજા દિવસની સવાર પડી. હરિલાલ આજે એકદમ સ્વસ્થ હતો, પણ ડૉ. દેવાંગીએ તેમને પલંગ પરથી નીચે ઉતરવાની મનાઈ ફરમાવી હતી. સવારના ચા નાસ્તો કરી દેવાંગી પોતાના ક્લિનિક પર જવા માટે તૈયાર થઈ. મા... હું ક્લિનિક પર જાઉં છું. બપોરના એક વાગ્યા સુધીમાં પાછી આવી જઇશ. તે બોલી. બેટા... મારી એક વાત માનીશ... ઉજજવલા તેની સામે તાકી રહી. બોલો મા... ?