ટેક્નોલોજીની આંગળી ઝાલીને માણસે નથી ચાલવાનું. માણસની આંગળી ઝાલીને ટેક્નોલોજી ભલે ચાલતી. પૃથ્વી માણસની એકની એક લાડકી માતા (ગેઈઆ) છે. પૃથ્વીના કણકણને વહાલ કરે તે માણસ. પૃથ્વીના પ્રત્યેક જીવને જાળવે તે માણસ. પરાયા ઇન્સાનને મહોબ્બતથી ભેટે તે માણસ. પૃથ્વીની જે કલ્પિત નમેલી ધરી છે તે વાસ્તવમાં અદ્રશ્ય પ્રેમધર્મની ધરી છે. માણસનો આદિધર્મ એટલે પ્રેમધર્મ. કેટલાંક મકાન કાચા હોય છે, જયારે કેટલાંક પાકાં હોય છે.