અતીતના પડછાયા - 4

(61)
  • 4.4k
  • 3
  • 2.9k

ઘનઘોર વાદળ વચ્ચે ચંદ્રમા છુપાઈ જતા સર્વત્ર ગાઢ અંધકાર છવાઈ ગયો. રાત્રીના અગિયાર વાગ્યાનો સમય થયો હતો. મેઘલી રાત હતી. વરસાદ હમણાં જ તુટી પડશે, તેવું લાગતું હતું. ' ગડ... ડુ... ડુ... ડુમ... ધડામ... ' કાળા ડિબાંગ આકાશમાં એકાએક ગર્જનાઓ થવા લાગી. આકાશમાં આગના લીસોટા વેરતી વીજળીના ચમકારાનો ઉજાસ ક્ષણ માટે ફેલાતો અને પછી અંધકાર... એકદમ અંધકારમાં ગર્જનના ભેદી ધડાકા ભલભલાની છાતીનાં પાટિયાં બેસાડી દે તેમ જ વાદળો ગરજતાં હતા. સુમસામ હાઈવે પર અત્યારે ચકલું પણ ફરકતું ન હતું. રસ્તાની બંને તરફ બાવળનાં ઊગેલાં કાંટાળા વૃક્ષોમાંથી સુસવાટા મારતો પવન વિચિત્ર અવાજ પેદા કરતો હતો.