ચપટી સિંદુર - ભાગ - ૧૦

(40)
  • 3.9k
  • 4
  • 1.8k

(ભાગ-૯ માં...રાશી અને નિકેશની વાત પુરી થયા પછી રાશી રમણકાકાને કોલ લગાવી રહી છે પણ કોલ લાગતો નથી. રાશી ઘડીયાળ તરફ નજર કરે છે બપોરના ત્રણ જેવા વાગતા હતા એટલે રાશી રમણકાકાને ઘેર જઇને જ સમાચાર આપી આવવાનું વિચારે છે અને રાશી જાહ્નવીને લઇને રમણકાકાને ત્યાં જવા નીકળી જાય છે.) રાશી રમણકાકાને ઘેર પહોંચીને ડોર બેલ વગાડી રહી છે, પણ ખાસ્સો સમય જવા છતાં કોઇ દરવાજો ખોલવા આવતું નથી. આથી રાશી રમણકાકાને કોલ લગાવે છે, રીંગ જાઇ રહી છે પણ કોલ ઉપડતો નથી. રાશી ફરીવાર કોલ લગાવે છે સામેથી રમણકાકા કોલ ઉપાડે છે. અવાજ જરા દબાયેલો લાગે છે. રાશીઃ હે્લ્લો