હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) - પ્રકરણ -૩

(27)
  • 3.8k
  • 1
  • 2.3k

 એ ડૉક્ટરને પોતાની ઘરે લઈ ગયો. એના ફ્લોર પર સીસીટીવી કેમેરા છે, એ ફલેટના તમામ ફ્લોર પર આવા જ કેમેરા હતા. એ વિસ્તાર થોડોક અવાવરૂ હતો એટલે ચોરોના ત્રાસથી બચવા માટે આ પગલું જરૂરી હોતું. બંને જણાં સીધા સિક્યુરિટી કેબિનમાં પહોંચ્યા, અને છેલ્લા દસ દિવસના રાત્રિના ત્રણ વાગ્યાના રેકોર્ડિંગ જોયા. અને મોસીન સાચો હતો પણ ડૉ.વિનાયક આ બધું જોઈને ચોંકી ગયા...! જ્યારે પણ શાંતનું દરવાજો ખોલતો અને ધમાલ કરી પાછો જતો ત્યારે શાંતનુના દરવાજાની પાછળ એક ‘પડછાયો’ હંમેશા રહેતો, અને હંમેશા દરેક ફૂટેજમાં એકની એક જગ્યાએ એક જ માણસ એકજ પોઝમાં ઊભો રહે, એ વાત ડૉ. દવેને ગળે ઉતરે એવી