નક્ષત્ર (પ્રકરણ 19)

(162)
  • 3.5k
  • 15
  • 1.7k

કાર તુફાની પવનની જેમ નાના સિગ્નલો પર અટક્યા વિના જ દોડતી રહી. થોડી જ વારમાં કાર જવેરીનગર પાસેની ભીડમાંથી પસાર કરી જંગલ તરફ ઉપડી. મેં કપિલના ચહેરા તરફ જોયું હજુ એના ચહેરા પર એજ ડર અને હતાશાના ભાવ છવાયેલા હતા, એ જ ઉદાસી હતી. હું સમજી શકતી હતી અશ્વિની અને રોહિત એના દિલથી કેટલા નજીક હતા. હું એના ઉદાસ ચહેરાને વધુ જોવો સહન ન કરી શકી. મેં એના ચહેરા પરથી નજર હટાવી સ્પિડોમીટર તરફ જોવા લાગી. કપિલ એ દિવસે ઓવર સ્પીડ ચલાવી રહ્યો હતો. કાર સીટીના ભીડવાળા વિસ્તારોમાં દાખલ થઇ ત્યારે કપિલે કારની સ્પીડ કંટ્રોલ કરી પણ એ છતાં એ