પ્રણય સપ્તરંગી પ્રકરણ - 24 અમીએ કાર્યક્રમનું સમાપન કરી નાંખ્યું બધાં જ ધીમે ધીમે હોલની બહાર નીકળવા માંડ્યા. વિરભદ્રસિંહ એમનાં પત્નિ કંર્દપરાય અને ભાવિનભાઇની ફેમીલીને અલગથી સ્ટેજ પર લઇ આવ્યા ત્યાં અમી અને સાગર સીમા સાથે બીજા દરવાજે થી ડાયરેક્ટ બહાર તરફ નીકળી આવ્યાં ત્યાં સામે જ રણજીત અને સંયુક્તા હસ્તા મોંઢે જાણે કંઇજ થયું નથી એમ ઉભા હતાં. સંયુક્તાએ કંદર્પરાયને પૂછ્યું "અંકલ કેવું રહ્યું ફંકશન ? કંદર્પરાયે ખૂબ આનંદ સાથે કહ્યું "ખૂબ જ સરસ અને આનંદ આપનારું થેંક્સ દીકરા. અમારાં બધાં જ વતી તમને લોકોને પણ અભિનંદન રણજીતનું એંકરીંગ પણ એક પ્રોફેશનલ ને શરમાવે એવું સરસ હતું. રણજીતે