વિષાદ યોગ - પ્રકરણ - 30

(172)
  • 6k
  • 11
  • 4.4k

“ચાલ બોલ હવે શું કરવું છે?” સમીરે નાસ્તો કરતાં કરતાં નિશીથને પુછ્યું. “હમણા રોમેશભાઇ આવે છે. એ આવે એટલે આપણે અહીંથી પહેલા સુરસિંહને મળવા જવું છે અને પછી તેને સાથે લઇ તેના મિત્ર વિરમને મળવું છે.” નિશીથે જવાબ આપ્યો. “જો આજે અમે પણ સાથે આવીશું. અહીં હોટલ પર રહીને કંટાળી ગયા છીએ.” કશિશે કહ્યું. બધા મિત્રો સવારે નાસ્તો કરતા કરતા વાતો કરી રહ્યા હતા. કશિશની વાત સાંભળી નિશીથે કહ્યું “જો કશિશ તમે આવો તો અમને કોઇ વાંધો નથી પણ એક વાત તું સમજ કે આપણે આ બધી તપાસ છુપી રીતે કરવી છે. જો તમે સાથે આવશો તો લોકોનું ધ્યાન