હું એકાએક જાગી ગઈ. “નયના, ઉઠ! તું કોલેજ માટે લેટ થઇ જઈશ.” મેં મમ્મીનો અવાજ સાંભળ્યો. એ ડાઉન સ્ટેરથી બુમ પાડી રહી હતી. મારી આંખો એક બે વાર બ્લીંક થઇ અને રૂમના આછા ઉજાસમાં ટેવાઈ. મને દુર વરસાદના છાંટાનો અવાજ સંભળાતો હતો. અમારા ઘર બહાર શેડ બનાવેલો હતો એના પર ધીમા વરસાદના ટીપા પણ ડ્રમ જેવો અવાજ ઉત્પન્ન કરતા. વરસાદ પડી રહ્યો હતો. સવાર થઇ ગઈ હતી. હું મારા રૂમમાં હતી, મારા હોટ અને ડેમ્પ રૂમમાં. હું મહોગનીના ક્રીકી બેડ પરથી ઉભી થઇ. મારું ધ્યાન બારી પર ગયું. એ ખુલ્લી હતી. હું કયારેય બારી બંધ કર્યા વિના ઊંઘતી જ નહોતી.