ઉદય અને દેવાંશી થોડીવાર પછી એક ગુફા ના દ્વાર સમીપ પહોંચ્યા. ગુફા માં અંધકાર દેખાતો હતો. ગુફા ની દ્વાર નજીક મુકેલી મશાલ દેવાંશી એ ઉપાડી અને બાજુમાં મૂકેલું દ્રવ્ય તેમાં નાખતાંજ મશાલ માં અગ્નિ પ્રગટ થયો પછી ગુફા માં પ્રવેશ્યા. ગુફા નું પ્રવેશદ્વાર સાંકડું હતું પણ જેવા તે આગળ વધતા ગયા તેમાં ગુફા પહોળી થતી ગઈ. થોડા આગળ જઈને તેમને મશાલ ની જરૂરત ન રહી અંદર નો ભાગ સ્વયંપ્રકાશિત હતો. આગળ જતા ગુફા પૂર્ણ થઇ ગઈ હતી. આગળ વધવાનો રસ્તો ન હતો. દેવાંશી એ હાથ માં કટાર લીધી અને ઉદય ને હાથ આગળ કરવા કહ્યું. ઉદયે પૂછ્યું આગળ કેવી રીતે