વન્સ અપોન અ ટાઈમ - 21

(220)
  • 11.5k
  • 16
  • 9.5k

મુંબઈના સાયન, માટુંગા, એન્ટોપ હિલ અને આજુબાજુના વિસ્તારોમાં વરદરાજન ઉર્ફે વર્દાભાઈની દાદાગીરી ચાલતી હતી. વરદરાજનની ધાક જમાવવામાં બડા રાજનનો પણ ફાળો હતો. બડા રાજન અને વરદરાજન વચ્ચે દોસ્તી બંધાઈ હતી. વરદરાજને સામે ચાલીને બડા રાજન સાથે દોસ્તી કરી હતી. બડા રાજન વરદરાજન પાસેથી સુપારી લઈને એના ‘કામ’ કરી આપતો હતો. બમ્બૈયા અંડરવર્લ્ડમાં વરદરાજન પ્રવેશ્યો એ સાથે તેનું કરીમલાલા સાથે ઘર્ષણ થયું હતું. હાજી મસ્તાને પોતાની પ્રવૃત્તિ ઓછી કરી દીધી હતી એ દરમિયાન અન્ડરવર્લ્ડમાં વરદરાજનનો સિતારો ચમકવાની શરૂઆત થઈ હતી. બમ્બૈયા અંડરવર્લ્ડમાં વર્ચસ્વ જમાવવા માટે વરદરાજન અને કરીમલાલા ગેંગ વચ્ચે ૧૯૮૦ની આજુબાજુના વર્ષોમાં ગળાકાપ ગેંગવોર જામી હતી.