રણમાં ખીલ્યું ગુલાબ - 22

(189)
  • 14k
  • 18
  • 9.6k

ચાલુ ઓફિસે ભરચક્ક સ્ટાફની હાજરીમાં રીવાયત રાવલનો મોબાઇલ ફોન ટહુકી ઉઠ્યો. ખલેલ પહોંચવાના કારણે એક સાથે બત્રીસ માથાં ઊંચા થઇને રીવાયતની સામે અણગમાપૂર્વક જોઇ રહ્યા. ઓફિસમાં ફોન વાઇબ્રેટર મોડ પર રાખવાનો નિયમ હતો. પણ આજે રીવાયત ભૂલી ગઇ હતી. અડધી જ રીંગમાં એણે કોલ રીસીવ કર્યો. નંબર અનસેવ્ડ હતો એટલે અજાણ્યો હતો.