કર્ણલોક - 22

(44)
  • 5.5k
  • 3
  • 2.7k

ઉદાસી ઘેરી વળી હોય તેમ હું ક્યાંય સુધી મૌન બેસી રહીને પાછો ઉતારા પર જવા નીકળ્યો ત્યારે સાંજ ઢળવા આવી. નદીનું ભાઠોડું ચડીને પાછળના રસ્તે, જે જમીન પર કંઈક કામ કરવા માટે મારી મદદ મગાઈ છે તે જમીન જોઈ લેવાના ઇરાદે ખેતરો વચ્ચેથી જઉં છું. નદીનું ભાઠોડું ચડીને ખેતરોમાં ચાલ્યો ત્યાં એક ખેડૂતે મને બોલાવ્યો. હું તેની ઝૂંપડીએ ગયો તો ખાટલો ઠાળીને મને બેસારતાં કહે, ‘બેસો, હવે તો પાડોશી થવાના.’