નક્ષત્ર (પ્રકરણ 17)

(162)
  • 4.1k
  • 11
  • 2k

દિવસના અંતે ફાઈનલ બેલ સંભળાયો ત્યાં સુધી મારા ઓવર એક્ટીવ માઈન્ડે મને મારી વિઝન વિશેના વિચારોમાં વ્યસ્ત રાખી. ફાઈનલ બેલ સંભળાતા હું બધાની સાથે બેગ લઇ ઉભી થઇ. કપિલ મારાથી પહેલા એક્ઝીટ સુધી પહોચ્યો હતો. એણે ફેસ પોસ્ટરથી મને ગૂડ બાય કહ્યું અને મારું હ્રદય અમારા ઘર પાછળના જંગલમાં જેટલા ફૂલો હતા એ કરતા પણ વધુ રંગ અને ખુશબોથી ભરાઈ ગયું. મેં એને પાર્કિંગ લોટમાં જોવા એ તરફ નજર કરી હતી પણ એ ત્યાં નહોતો. એ નીકળી ગયો હતો. મેં મારી જાતને ફટાફટ બહાર ન આવવા બદલ કોસી. મને નવાઈ લાગી કે એ દિવસે પાર્કિંગમાં ટુ- વિલર અને ફોર- વિલર