સામખીયાળી સ્ટેશને ઊભેલી ટ્રેનને સિગ્નલ મળતાં જ તેનાં રાક્ષસી ચક્રો પાટા પર ધીરે ધીરે સરકવા લાગ્યાં. સાંજનો સમય પૂરો થતો હતો. સૂર્ય પૃથ્વીના ક્ષિતિજમાં ડૂબતો જતો હતો. ધીરે ધીરે અંધકાર છવાતો જતો હતો. ધાક.... ધાક.... ધક.... ધક.... ના અવાજો સાથે જોરશોરથી વ્હિસલ વગાડતી ટ્રેન વેગ પકડી રહી હતી. સ્ટેશન છૂટી ગયું. ટ્રેન આગળ નીકળી ગઈ.