પ્રેમકુંજ (ભાગ-૭)લોકો કહે છે કે પ્રેમ આંધળો છે.કોઈ કહે છે પ્રેમ ગાંડો હોઈ છે.આજ હું કુંજના પ્રેમમાં આંધળી અને ગાંડી બની ગઈ હતી.થોડી જ વારમાં લાલજી એ શટર ખોલીયું.સમોસા ત્યાર જ હતા.સમોસા સામે જોઇને લાલજી એ મારી સામે જોયું.આજ મને જોઈને લાલજીને પણ થયું હશે કે આજ રિયા આટલી ખુશ કેમ છે.મળીએ ત્યારેઆંખમાં હરખ, અનેઅલગ પડતી વેળાએ આંખમાં થોડી ઝાકળ.. આજ કુંજને મળીને હરખ અને ઝાકળનો મારે અનુભવ કરવો હતો.પ્રેમ અને વિરહની ઝાકળનોઅનુભવ અલગ અલગ હોઈ છે પણ રિયાને તો પ્રેમની ઝાકળ હતી.એક બીજાને બંને પ્રેમ કરવા લાગ્યા હતા.પણ એકબીજાને જાણવું મુશ્કેલ હતું