ઉદય ભાગ ૨૮

(35)
  • 2.6k
  • 1
  • 1.2k

ઉદયે નજર ઊંચી કરીને જોયું કે તેને બચાવનાર કોણ છે . ત્યાં તલવાર પકડીને બીજું કોઈ નહિ પણ દેવાંશી હતી. પણ અત્યારે તેનું રૂપ જુદું હતું . હંમેશા સાદી સાડી કે સલવાર કુર્તામાં જોયેલ દેવાંશી કરતા આ દેવાંશી નું રૂપ જુદું હતું તેને યોદ્ધાના કપડાં પહેરેલા હતા અને તેને ચેહરા પર સૌમ્ય ભાવ ન હતા. અત્યારે તો જાણે તેણે રૌદ્રાવતાર ધારણ કરેલો હતો. ખડગ નો વાર તલવાર પર રોકીને તેણે અસીમાનંદ ને લાત મારીને દૂર હટાવ્યો. અસીમાનંદ તેને જોઈને બે મિનિટ માટે દિગ્મૂઢ થઇ ગયો તેનો ફાયદો લઈને તેને ઉદય ને ઉભો કર્યો અને બાજુના એક ખડક પર બેસાડી દીધો.