સિને-GRAM - જયદેવ પુરોહિત~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~KABIR SINGH : તેરા હી ખયાલ આયે"કબીરની પડે એન્ટરી..." ધુમાડા ઉડાવતો કબીર જ્યાં દરવાજો ખોલે ત્યાં તો આખું સિનેમા સિટીઓથી ગર્જી ઉઠે. જમાવટ બોસ. ઘણા ઘણા સમયબાદ આવું મજેદાર, મસાલેદાર ફિલ્મ આવ્યું કે જેનો નશો વ્યક્તિ પર હાવી થઈ જાય. ઘણા તો એટલા કેફીયતમાં ગળાડૂબ છે કે કબીર સિંહને એક સમાજ-સુધારક ફિલ્મ માની એમના વિપક્ષી બની બેઠા. અરે ભાઈ, ફિલ્મો જોવાની હોય, માણવાની હોય, કઈક ગમી જાય તો અપનાવો, ન ગમે તો જોઈને ભૂલી જાઓ. ઈન શોર્ટ, દરેક ફિલ્મ આત્મસાત કરવાની ન હોય. મનોરંજનનો ટેસડો થતો હોય ત્યાં મગજભંજન