ગમે તેટલો પ્રેમ કેમના હોય શંકાનું એક જ બીજ તિરાડ રૂપી વૃક્ષ બનવામાં જરાય સમય લેતું નથી. આજે એનાથી કંઈ ખાવાનું જ નહીં. એના ડ્રોઈંગરૂમ ના કોર્નર માં એક સ્પેશિયલ બાર તેણે બનાવ્યો હતો, જેમાંદુનિયાભરની સારામાં સારી નશાની બધી જ વસ્તુઓ બોટલમાં કેદ રહેતી. “સૂવું નથી તમારે? કાલે પાછું વહેલું જવાનું હશે?” પ્રિયાએ પૂછ્યું. શાંતનુ કંઈ બોલી ના શક્યો, ફક્ત ઈશારો કરી પ્રિયાને સૂઈ જવા ચાલ્યા જવાનું કહ્યું. ગ્લાસમાં બ્રેન્ડી લઈને કેટલાય કલાકો સુધી સૂનમૂન બેસી રહ્યો. કેટલાય વાવાઝોડા ને મનમાં સમાવી લીધા. પોતાના પર ખુબ જ ગુસ્સો આવ્યો. પ્રિયાને મોસીન જોડે જવાની કદાચ જરૂર એટલા માટે જ પડી કારણકે