રાત્રી નાં ૨ વાગ્યા નો સમય હતો. શિયાળાની ગુલાબી ઠંડીમાં સહુ કોઈ મીઠી નીંદર માણી રહ્યા હતા. ચારેબાજુ નીરવ શાંતિ છવાયેલી હતી. એવામાં સંજીવની હોસ્પિટલ ના બીજા માળે રૂમ નં.૧૨ માંથી એક માનવ આકૃતિ બહાર આવી અને વેઇટિંગ એરિયા માં ખુરશી પર સ્થાપિત થઈ ગઈ. 23 વર્ષની ઉંમર, કદ મધ્યમ, પાતળો બાંધો, ગોરો વર્ણ, આકર્ષક દેખાવ અને તેજસ્વી આંખો સાથે જાણે સાક્ષાત રૂપસુંદરી જ બિરાજમાન હોય તેવો ભાસ થતો હતો. તેણે પોતાના હાથમાંથી બેગ બાજુમાં મૂકી, તેમાંથી ડાયરી કાઢી અને લખવાનું શરૂ કર્યું. “ પ્રેમ: જે મારા ભવિષ્ય ના એક પણ પ્લાનિંગ માં ક્યારેય હતો જ નહીં, એ પ્રેમ મને