ભૂલ - 12

(267)
  • 9.7k
  • 15
  • 6k

ટેક્સી મહારાજા રોડ પર એક આલિશાન બંગલા સામે પહોંચીને ઊભી રહી. પછી પાછળની સીટનો દરવાજો ઉઘાડીને તેમાંથી આશરે ત્રીસેક વર્ષની વય ધરાવતી એક સુંદર યુવતી નીચે ઊતરી. એણે સફેદ સાડી અને સફેદ બ્લાઉઝ પહેર્યાં હતા. પહેરવેશ પરથી તે વિધવા હોય એવું લાગતું હતું. એના બંને ખભા પર કેનવાસના બે થલા લટકતા હતા. એક થેલો તેના હાથમાં પણ હતો. ટેક્સીવાળો ભાડું લીધો પછી ટેક્સીને આગળ હંકારી ગયો.