હું તેને કદી કહી ના શક્યો

(24)
  • 4.1k
  • 2
  • 1.2k

અમાસની કાળી ઘનઘોર રાત જામી હતી સાથે જ જામી હતી કોલેજના વિદ્યાર્થીઓની મહેફિલ. દર વર્ષે ગિરનારના જંગલમાં યોજાતા હિલ ટ્રેકિંગ કેમ્પમાં ગુજરાતની વિવિધ કોલેજમાંથી  વિદ્યાર્થીઓ તેઓના પ્રોફેસર સાથે આવી પહોંચતા. આ વર્ષે પણ સિત્તેરેક વિદ્યાર્થીઓ સાહસિક પ્રવૃત્તિમાં જોડાવવા આવ્યા હતા. દિવસભર ટ્રેકિંગ થતું અને રાતે મનોરંજક કાર્યક્રમો સાથે મહેફિલો ચાલતી હતી. છેલ્લા બે દિવસથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસર સંજય રાઠોડ વિદ્યાર્થીઓમાં માનીતા બની ગયા હતા. વિદ્યાર્થીઓના કેમ્પની જગ્યા પાસેજ ફોરેસ્ટ થાણું હતું આથી બે દિવસમાં તો ફોરેસ્ટ ઓફિસર સંજય રાઠોડ વિદ્યાર્થીઓ સાથે સારી રીતે હળીભળી ગયા હતા.અને તેમની સાથે મોડી રાત સુધી મહેફિલની રંગત માણતા. કડકડતી ઠંડીમાં રાત્રીના ૧૨ વાગ્યા હતા.