ચીસ - 23

(148)
  • 5.6k
  • 11
  • 2.9k

ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ગોરંભાયેલા નભને ક્ષણ બે ક્ષણ માટે અજવાળી જતી વીજળી એક જબરજસ્ત મેઘગર્જના લાવતી હતી જે ઊંચા ઊંચા પહાડો ને કડડભૂસ કરી જમીનદોસ્ત કરી નાખશે એવો ડર બંને ભાઈ બહેનને લાગી રહ્યો હતો.અર્ધ-ખુલ્લા કમરાની નજીક બંને પહોંચી ગયાં હતાં.ઘડીક ભર પહેલાં સંભળાઈ રહેલી મધુર ગીતની ગૂંજ અત્યારે મૂંગી બની ગઈ હતી.. આલમ અને ઈલ્તજા મગજમાં ઘમાસાણ મચી ગયું હતું. ઘડીક પર પહેલાં કોઈ બચાવ માટે આજીજી કરી રહ્યું હતું. ત્યાર પછી અચાનક કોઇ ગીત સંભળાવી રહ્યું હતું. જે ના ભાવો એવા હતા કે વર્ષો પછી અધુરી ઈચ્છાઓ પૂર્ણ થઇ રહી છે વર્ષો પછી પ્રકૃતિ સોળે શણગાર સજી