આજનો શબ્દ : -" ચાવી" સાંજ ના સાત વાગવા આવ્યા હતા, મનિષા રોજની જેમ આજે પણ કંઇક નવું સાંભળવાની તૈયારી માં બેઠી હતી. તાળું ખોલીને જેવો સુજલ આવ્યો કે તેની અંદર ભય નું એક લખલખું પસાર થઈ ગયું. રોજ ની જેમ આજે પણ સુજલ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં આવ્યો હતો. આવીને તરત જ તેણે મનિષા ને એક ગંદી ગાળ આપી ને રૂમમાં ગયો, મનિષા હજી પણ ત્યાં જ ઉભી હતી. તેના માટે આ તેનો નિત્યક્રમ બની ગયો હતો. રોજ સાંજ પડે સુજલ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઘરે આવતો અને પોતાની ભુખ સંતોષી ને જતો. પણ આજે નહીં, આજે