ડાકોર યાત્રા – જય રણછોડ... માખણ ચોર...

(18)
  • 11.4k
  • 1
  • 2.1k

વ્હાલા સખા અને ભાઇ શ્રી નિધિપ જોશીને સમર્પિત તાજેતરમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ડાકોર ખાતે આવેલ આવેલ અને વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોના હ્રદયની નજીક એવા સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિરની મુલાકાત લીધી. ડાકોર ગાંધીનગરથી ૧૦૦ કિ.મી., અમદાવાદથી ૮૪ કિ.મી. અને નડીયાદથી માત્ર ૩૬ કિ.મી.ના અંતરે આવેલું છે. ડાકોરની જનસંખ્યા આશરે ૨૫ હજારની છે જ્યારે સાક્ષરતા દર આશરે ૮૭% જેટલો છે. ગાંધીનગરથી ડાકોર જવા માટે ઘણા માર્ગો પૈકી ત્રણ-ચાર માર્ગો વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રથમ ગાંધીનગરથી કોબા સર્કલ થઇ સરદાર પટેલ રીંગ રોડ મારફતે મહેમદાવાદ અને મહુધા વાળા રસ્તે. બીજો કઠવાળા અને કઠલાલ થઇ ડાકોર. ત્રીજો ચિલોડા, દહેગામ થઇ છીપડી તથા કઠલાલના માર્ગે