હેલ્યુસિનેશન ( એક ભ્રમ) - પ્રકરણ ૧

(49)
  • 4.8k
  • 11
  • 2.8k

રાત્રીના સાડા બારનો સમય. અમદાવાદમાં ચોમાસુ બરાબરનુ જામ્યું છે. આકાશ એના ઘેરા વાદળોથી ડૂબી ગયું છે. અચોક્કસ સમયાંતરે થતી વીજળી અને વાદળોની ગર્જના આજે કોઈ અજુગતી ઘટના ઘટવાની હોય એનો અંદેશો આપતી હતી. એટલામાં જ અચાનક “Indus Plaza” નામની મલ્ટીનેશનલ કંપની માંથી એક માણસ બહાર નીકળ્યો અને કંપનીના મેઈન ગેટ તરફ ચાલવા લાગ્યો. સહેજ કરીને છ ફૂટનો એ માણસ એકદમ પ્રોફેશનલ કપડામાં સજ્જ, મજબૂત બાંધો, જવાબદારીઓના સંપૂર્ણ બોઝને ખુશીથી ઉપાડી શકે તેવા તેના ખભા. ડાબા હાથના કાંડા પર rolex ની ઘડિયાળ ,જમણા હાથની આંગળી પર એક નાનો ચંદ્રનો નંગ તેના શાંત પણ ઊંડા સ્વભાવની  ચાળી ખાતા હતા. એક હાથ ખિસ્સામાં