ઉદાર અને ન્યાયી ગાયકવાડી રાજ હેઠળ વિકસેલા,નાત-જાત જોયા વગર દરેકને પોતાનામાં સમાવતા અને સૂરસાગરમાં ઉભા મહાદેવ જે શહેર પર કૃપા વરસાવે છે એવા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રચાયેલા વડોદરા શહેરની આ વાત છે.શિયાળાની સવારનો સાતેક વાગ્યાનો સમય હશે. રોજના ટાઈમટેબલ પ્રમાણે હું કમાટી બાગમાં મારી મોર્નિંગ વોક પૂરી કરી પાછો ફરી રહયો હતો. પત્નીશ્રીના આદેશ મુજબ હું ડેરી ડેન ચોકડી પાસે જનરલ સ્ટોર માં થી દૂધની થેલી લેવા ઉભો રહયો. ત્યાં મારી નજર સામે ચિંથરેહાલ કોટ પહેરી બેઠેલા ભિખારી જેવા બુઝુર્ગ પર પડી. કોટ તો કોઈએ આપ્યો હશે એમ સમજીએ પણ કાકાના માથે જૂની વિલાયતી હેટ જેવી ટોપી પણ હતી એ જોઈ