કંકોત્રી

(57)
  • 5.6k
  • 6
  • 1.4k

કંકોત્રી(વ્યથા એક દીકરીની)  જાડેજા પરિવારનાં દરેક સભ્યો ચિંતાતુર થઈને બેઠેલા હતાં, નાના મોટા બધાંના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટપણે જોઈ શકાતી હતી, જાડેજા પરિવારના હેડ રવીન્દ્રસિંહ પોતાના બને હાથ કપાળ પર ફેરવી રહ્યા હતાં, કોઇ એકબીજા સાથે કાંઈ વાત પણ કરી રહ્યાં ન હતાં. રવીન્દ્રસિંહના પત્ની સરોજબાની આંખોમાંથી શ્રાવણ- ભાદરવો વહી રહ્યો હતો……   બીજી બાજુએ ઘરની બહાર આવેલા વિશાળ પ્લોટમાં જાજરમાન મંડપ બાંધેલ હતો, જેવી રીતે એક ભારે વંટોળ પછી જેવી એકદમ નીરવ શાંતિ છવાય જાય તેવી શાંતિ આખા મંડપમાં છવાય ગઈ હતી.    બધાં આમંત્રિત મહેમાનો જાડેજા પરિવાર વિશે જે મનમાં આવે તેવું બોલતા હતાં, કારણ કે રવીન્દ્રસિંહની પુત્રી