કર્ણલોક - 18

(47)
  • 6.3k
  • 1
  • 3.1k

બપોર પછી અમે પુટુને લઈને જવાની તૈયારી કરતાં ત્યાં રોઝમ્મા કામ પર આવી. સફેદ યુનિફોર્મમાં સજ્જ. હસતી અને વાતો કરતી. જે જાણતું ન હોય તે કોઈ રીતે કહી ન શકે કે હજી થોડા કલાકો પહેલાં જ આ સ્ત્રી પોતાની જિંદગીનાં બાવીસ મહામૂલાં વર્ષ પોતાના લગ્નની તસવીર સહિત કબરમાં દફનાવીને આવી છે. અમને જવા તૈયાર થયેલાં જોઈને રોઝમ્મા અમારી પાસે આવી. પુટુને જોયો, મને આવજો કહ્યું. મને મુન્નો યાદ આવ્યો. મેં પૂછ્યું, ‘વો લડકા ઠીક હો ગયા?’