ધ એક્સિડન્ટ - 1

(110)
  • 8.6k
  • 13
  • 4.8k

      " સવાર પડી ગઈ છે બેટા, ચલ ઉઠી જા જલ્દી... તારે મોડું થઇ જશે... ભૂલી ગઈ,  આજે તારે પંચગીની જવાનું છે તારી ટ્રીપ પર ...."  હેતાક્ષી બેન  પોતાની લાડલી પ્રિશા ને ઉઠાડતા બોલ્યા.            "  હા ... મમ્મા ... બસ  પાંચ મિનિટ .... "  પ્રિશાની આ પાંચ મિનીટ એટલે સામાન્ય માણસ નો અડધો કલાક.  અને આ બંને મા - દીકરી નો રોજનો રૂટિન. હેતાક્ષી બેન રોજ આ રીતે જ  પ્રીશા ને  ઊઠાડતા . એ સિવાય એમની રાજકુમારી ની સવાર જ ના  પડે. આજે પ્રિશા પંચગીની ની ટ્રીપ પર જવાની છે એ પણ એકલી. એટલે હેતાક્ષિ બેન ને એની