અજવાળાંનો ઓટોગ્રાફ - 11

(34)
  • 5.2k
  • 2
  • 1.7k

એક બહુ જાણીતું બાળગીત છે. ‘ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. બોલ બા બોલ એને કેમ બોલાવું ?’ પોતાની ઢીંગલી કે ઢીંગલો બોલતો ન હોય, એનું દુઃખ દરેક વ્યક્તિને હોય છે. પરંતુ આપણને થનારા દુઃખ કરતા, ન બોલી શકવાનો અફસોસ આપણી ઢીંગલી કે ઢીંગલાઓને આપણા કરતા વધારે થતો હશે. આ દુનિયામાં રહેલી તકલીફોથી એટલી પીડા નથી થતી, જેટલી પીડા એ તકલીફો કોઈને ન કહી શકવાથી થાય છે. ફક્ત પીડા જ નહિ, આનંદ અને ખુશીઓની એ દરેક ક્ષણ જે કોઈની સામે વ્યક્ત નથી કરી શકાતી, એ આપણી અંદર એક ખાલીપાનું સર્જન કરતી હોય છે.