હું કોલેજ જવા તૈયાર થતી હતી અને મારા મનમાં એનાજ વિચારો હતા. આજે કોલેજ જઈ એને મળીશ. એનાથી વાત કરીશ. એનો સારી રીતે આભાર માનીશ. તો વળી ક્યાંક ડર પણ હતો. એ કોલેજ આવ્યો તો હશેને? જેમ તેમ કરી હું મારા વિચારોને ખંખેરી, મારા વાળને ઉપર પોનીટેલમાં બાંધવાને કે પફ કોમ્બ કરવાને બદલે એમને ખુલ્લા રાખી બ્રેકફાસ્ટ ટેબલ પર પહોચી. એ જ ઓલ્ડ ચાઈનાવેરમાં બટરટોસ્ટ અને ચાનો માગ પતાવી હું મમ્મીને બાય કહી કોલેજ તરફ નીકળી. મમ્મી તો આજે પણ મને ઘરે જ રાખવા માંગતી હતી પણ મેં જીદ કરી કે હું લેકચર મિસ કરવા માંગતી નથી. મેં મારી લકી