રણમાં ખીલ્યું ગુલાબ - 16

(224)
  • 18.6k
  • 24
  • 11.2k

“એમ આટલાં વરસના લગ્નજીવન પછી કોઇ પતિ પોતાની પત્નીને છોડીને જાય જ કેમ? નક્કી તમારો જ કંઇક વાંક હશે.” બત્રીસ વર્ષની પર્વાને આવો સવાલ કોઇ જાણીતો કે અજાણ્યો માણસ પૂછતાં તો એકવાર પૂછી બેસતો હતો, પણ પછી તરત જ એને ભાન થઇ જતું હતું કે ભૂલ એની પોતાની જ થઇ ગઇ છે. પર્વામાં એવી એક પણ કમી ન હતી જેના કારણે ભુષણે બીજી સ્ત્રી સાથે ઘર માંડવું પડે.