નંદુ સાથે વાતો કરવામાં અને રસોઈ કરીને જમવામાં રાત ક્યારે પડી ગઈ તે ખબર ન રહી. બહાર વીજળી ચમકી એટલે નંદુએ કહ્યું, ‘નોરતાંમાંય કદાચ વરસાદ પડશે તો છોકરાંઓની મજા બગાડશે.’ ‘નહીં પડે. વીજળી તો રોજ થાય છે. પણ આઘે.’ મેં કહ્યું. ‘ન પડ્યે જ સારું છે. પહેલાં તો કમ્પાઉન્ડમાં પણ નીકળાતું નહીં એમને હવે આટલું જવા મળ્યું છે.’ નંદુએ કહ્યું.