અંગારપથ - ૧૧

(245)
  • 9.2k
  • 14
  • 6.9k

અંગારપથ ભાગ-૧૧ “ માય ગોડ...” યુવતીએ જે હરકત કરી હતી એ જોઇને અભી ચોંકયો. યુવતીએ એવી રીતે દરવાજા તરફ જોયું હતું જાણે ચેક કરવાં માંગતી હોય કે ત્યાં કોઇ છે નહીં ને...! મતલબ કે એ પણ અહી કોઇ મકસદથી આવી હતી. અભી સતર્ક બન્યો અને યુવતીની હરકતો નિહાળવા લાગ્યો. ભરપુર નશામાં હોવાનો ઢોંગ કરીને અંદર દાખલ થયેલી યુવતીને ખાતરી થઇ કે તેની પાછળ કોઇ આવ્યું નથી એટલે હળવેક રહીને ઉભા થઇ, લથડતી ચાલે જ તે કાચનાં પાર્ટીશન સુધી પહોંચી, અને ધીરેથી તેની સાઇડમાં લટકતાં પરદા ખેંચીને બંધ કર્યા. પછી એકદમ જ જાણે તેનો નશો ગાયબ થઇ ગયો હોય