આપણે જોયું કે શિવ એક જીત મેળવીને એના ઘર તરફ પ્રયાણ કરે છે. હવે આગળ...ઘર તરફનું મારુ આ પ્રયાણ છે,ઘણી જીલી વેદનાનું આ પ્રમાણ છે,મારી મૌતને ટક્કર પછી જીતનું આ વરદાન છે,શું કહું "દોસ્ત"! હવે હરખનું પણ ક્યાં ભાન છે??....શિવ ઘરે આવી ગયા બાદ એકદમ નોર્મલ બની ગયો હતો. પેલાની જેમ વાતચીત કરવા લાગ્યો હતો. એને જોઈને પરિવારના દરેક ખુબ જ ખુશ થઈ ગયા હતા. પણ આ ખુશી બહુ લાંબો સમય ટકાવી મુશ્કેલ હતી, કારણ કે આ વાત કુદરતને મંજુર નહોતી. દિનાંક : ૧૨/૫/૨૦૧૪ આજ રોજ શિવને ફરી તાવ આવ્યો હતો. શિવને ૪ દિવસ હોસ્પિટલે દાખલ રાખી એને