બે પાગલ

(85)
  • 7.3k
  • 14
  • 3.5k

આ વાત છે અમદાવાદની પોળમાં રહેતી આપણી કહાનીનની જાન એટલે કે જીજ્ઞા અને રુહાન અને તેમના જીવનમાં આવનારી અધતન મુશ્કેલીઓની.                 આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનુ છે. જીજ્ઞાએ પણ પરીક્ષા આપી હતી અને આજે એનુ પણ પરિણામ હતુ.                 હમણા તો પોળમાં થોડી શાંતિ હતી પરંતુ સવારના ૯:૦૦ વાગ્યા એટલે ૧૨ સાયન્સ નુ પરિણામ જાહેર થયું. અને દરેક પોળમાં કે દરેક મહોલ્લામાં ભગવાને એક ફુલનગધાડી તો મુકી જ હોય કે જે પોતાના દિકરાનુ સારૂ પરિણામ આવે એટલે આખી પોળમાં ઢંઢેરો પીટે. આ પોળમાં પણ એવી જ એક ફુલન ગધાડી હતી અને એ ગધાડી એટલે પોળમાં રહેનાર સમતાબેન પોતે.