હેશટેગ લવ - ભાગ-૨૫ (અંતિમ ભાગ)

(140)
  • 3.8k
  • 15
  • 1.8k

"હેશટેગ લવ" ભાગ - ૨૫ (અંતિમ ભાગ)"કાવ્યાજી. મને જ્યારે તમારા માટે લાગણી જન્મી ત્યારે મેં કંઈ જ નહોતું વિચાર્યું. તમે કોણ છો ? કેવા છો ? એનો મેં વિચાર સુદ્ધાં પણ નહોતો કર્યો. બસ તમારા શબ્દોથી મને આકર્ષણ થયું. અને ધીમે ધીમે એ આકર્ષણ પ્રેમમાં પરિણમ્યું. તમારા વિશે જાણી થોડું દુઃખ પણ થયું. સાથે ઈશ્વર ઉપર ગુસ્સો પણ આવી ગયો. ઈશ્વર કેમ આટલો ક્રૂર હશે ? જે આટલું સરસ લખી શકે છે ? પોતાની કલ્પના શક્તિથી દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચી શકે છે એજ વ્યક્તિને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી ? પણ સાથે તમને સલામ કરવાનું પણ મન થાય છે.