દીકરી ને પત્ર

  • 12.1k
  • 1
  • 2.7k

*પત્ર*મારી વ્હાલી દીકરી,                 તને પત્ર લખતા ખૂબ જ આનંદ થાય છે. આમ તો, મારે તને પત્ર લખવાની જરૂર જ નથી. કારણ કે, આપણે બંને એકબીજા સાથે ખૂબ વાતો કરીએ છીએ. તું સ્કૂલેથી આવે કે ક્યાંક બહારથી આવે તો તારી બધી જ વાતો તું મને કરે છે. મને તારી વાતો સાંભળવી ખૂબ ગમે પણ છે. કયારેક મારી કહેલી વાતો તું ભૂલી જાય એવું પણ બને. સમયની સાથે અમુક વાતો આપણા સ્મૃતિપટ પર એવી રીતે અંકિત થઈ જાય છે કે જે કયારેય ભૂલાતી નથી. જયારે અમુક વાતો આપણે સાવ ભૂલી જતાં હોઇએ છીએ. એસ.એમ.એસ., ઈ.મેલ,