વીર વત્સલા - 15

(58)
  • 4.7k
  • 10
  • 2k

વત્સલાના ધડકતા હૃદયને કેમેય જપ નહોતો. ચંદનસિંહની વાત સાચી હોય તો ત્રણ વરસથી જે પિયુની રાહ જોતી હતી, એ પિયુથી જ હવે બાળકને જોખમ હતું. બાળકને શોધીને રાજને હવાલે કરનારી ટોળકીનો એ સરદાર હતો હવે. માણેકબાપુ અને વત્સલા એમના ખોરડાથી બસો હાથ દૂર વગડામાં એક પહાણાં પર બેઠા. અભયને જાણે દુનિયાની નજરથી બચાવીને બસો ગાઉ દૂર લઈ આવી હોય એમ વત્સલા વિચારી રહી, વગડામાંથી મળેલા અભયની સલામતી વગડામાં જ હતી શું?