ચીસ - 22

(149)
  • 6.2k
  • 12
  • 3.1k

પવનના જોરદાર સૂસવાટા સાથે વરસાદ વરસી રહ્યો હતો.રહી રહીને ગરજી રહેલો મેઘ અંધારી રાતોમાં અનધાર વરસી રહેલા ગગનના રૌદ્ર રૂપને વીજળીના કડાકા સાથે અજવાળી જતો હતો. ગાંડોતુર બનેલો મેધો અણધારી આફત લઈને આવ્યો હતો એ વાતથી બંને ભાઈ બહેન સદંતર અજાણ હતાં. કદાચ હવેલીનાં દ્વાર પણ એટલે જ ખુલ્લાં હતાં કે તોફાન સાથે વરસાદના મુશળધાર ધોધને જોઈ આલમ અને ઈલ્તજા હવેલીમાં પ્રવેશી શકે.અને થયું પણ એવું જ અણધારી આફત બંનેને ડરાવી ગઈ. હવેલીમાં પીટર નહોતો.અજુગતી વાત જરૂર હતી, પરંતુ આવું ભયાનક તોફાન ચારેકોરથી જળુંબાઈ રહ્યું હોય ત્યારે ગમે તેવા કઠણ કાળજાના માનવીને પણ પોતાનો જીવ બચાવવાનો પહેલો વિચાર આવે. આલમ અને ઈલ્તજાએ હવેલીનો